છોટાઉદેપુર: છ માસ પહેલા થયેલ હત્યાના ગુન્હાનો છોટાઉદેપુર એલ.સી.બી.એ ભેદ ઉકેલી નાંખ્યો છે. મૃતક મહિલા ગામની યુવતી અને યુવકને તેના જ ઘરમા અનૈતિક સબંધ બાંધવા મંજૂરી આપતી હતી. યુવતીના ભાઈને આ બાબતે જાણ થતા ઘરમાં પડેલ કુહાડીના ઘા ઝીંકી બહેન અને તેના પ્રેમીને શરણ આપતી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે છ માસ બાદ હત્યોનો ભેદ ઉકેલાયો છે. આરોપી વિક્રમ નાયકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુરની યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં તેમને ગામની જ એક મહિલા મદદગારી કરી રહી હતી. યુવક-યુવતી આ મહિલાના જ ઘરમાં એકાંત માણતાં હતા. દરમિયાન યુવતીના ભાઈને બહેના પ્રેમસંબંધ અંગે ખબર પડી ગઈ હતી. આ સાથે યુવતી અને તેના પ્રેમી જ્યાં એકાંત માણતાં હતા, તે મહિલા અંગે પણ ખબર પડી હતી.
બહેન મહિલાના ઘરમાં અનૈતિક સંબંધો રાખતી હોવાની ભાઈને જાણ થતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા મારીને મહિલાની હત્યા કરી નાંખી હતી. આ હત્યાકાંડના છ મહિના પછી છોટાઉદેપુર એલસીબીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતાં મળી છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં પરણિત યુવાને અપરણિત હોવાનું જણાવી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. SBI બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતાં પરણિત યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ નહીં સ્વીકારે તો આપઘાતની ધમકી આપતો હતો.
ઇન્ટિરિયર ડિઝાઇન વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને ગર્ભ રહી જતા ગોળી ખવડાવી ગર્ભપાત કરાવાની કોશિશનો આરોપ લગાવ્યો છે. પત્નીને બહેન અને પુત્રને ભત્રીજો બતાવી યુવતીને અંધારામાં રાખી હતી. PAYTM પ્રોફાઈલમાં ફોટો જોતા ભાંડો ફૂટ્યો હતો. ડુમસની એક હોટલમાં લઇ જઇ શરીરસુખ માણતો હતો. પાંડેસરા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ આરંભી છે.
અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પરણીતાના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હતા. આ સંબંધને કારણે પતિ છેલ્લા અઢી વર્ષથી પત્નીને શારીરિક-માનિસક ત્રાસ આપી રહ્યો હતો. તેમજ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો હતો. આ બધાથી કંટાળીને પરણીતાએ આપઘાત કરી લીધો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.
મૃતક મહિલાને સંતાન ના હોવાથી પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો. મૃતક નો પતિ મહિલાને છેલ્લા અઢી વર્ષથી માનસિક શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતો હતો. મહિલાના આત્મ હત્યા બાદ પતિ અને મૈત્રી કરારમાં રહેતી મહિલાએ પોલીસ સામે ખોટું નિવેદન આપી આત્મહત્યા છૂપાવાવનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે પતિ અને મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.