છોટાઉદેપુર : પાવીજેતપુરના ચૂલી ગામના શિક્ષકની હત્યાનો મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમ સંબંધને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલા અને તેના પતિએ શિક્ષકની હત્યા કરી હતી. આરોપી રૂપસિંગ રાઠવાએ પોતાના ઘરે આત્મહત્યા કરી છે. આરોપી મહિલા સાથે મૃતક શિક્ષકના પ્રેમસંબંધ હતાં.


મૃતક શિક્ષક રમેશ તડવી ફરી સંબંધ રાખવા કોશિશ કરતાં પતિ પત્નીએ હત્યા કરી હતી.પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી  જે જી ચાવડાએ કહ્યું હતું કે, એક યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં દંપતીની છંડોવણી સામે આવી હતી. મહિલા સાથે મૃતકના ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા.  દિવ્યાંગ શિક્ષક રમેશ તડવીની ચાર દિવસ અગાઉ કેવડા-બાર વચ્ચે જંગલમાં લાશ  મળી હતી.


Ahmedabad : યુવતીએ ઝેરી દવા પી લેતાં મચી ગયો ખળભળાટ, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?


અમદાવાદઃ  ચાંદલોડિયાની યુવતીએ આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીને આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો. સૂસાઈડ નોટ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ ઈસમો દ્વારા યુવતીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતા હતા. યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે. 


યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, હું આત્મહત્યા કરવા જાઉ છું. આ ત્રણે લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે અને મારી નાંખવાની ધમકીઓ આપે છે. અપશબ્દો બોલે છે, મારે ઘરની બાર જવું જોખમ બની ગયું છે. આ લોકો ફરિયાદ પાછી ખેંચવા મજબૂર કરે છે. મેં 23-8-2021ના રોજ ગુનો દાખલ કરેલ છે. જલભાઈ કરશનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. ત્યારથી જલાભાઈ જેલમાં હોય અને તેના અંગત મિત્રો મારી જોડે ગુનો પાછો ખેચવા માટે અવાર-નવાર જ્યાં નીકળું ત્યાં આવીને એકલતાનો ફાયદો ઉઠાવીને મને હેરાન કરે છે. એક બે વખત ગાડી લઈને આવેલ. કાળા કલરની આઇટેન લઈને આવેલા અને મને જબરજસ્તી અંદર બેસાડી દીધઈ અને મને ઉઠાવી આયા છીએ તું ગુનો પાછો ખેંચી લે. જલાભાઈએ અમને વીડિયો આપેલ છે. તે વાયરલ કરી દેશું અને તને ક્યાંયની નહીં રાખીએ. 


બીજી વખત આયા ત્યારે ક્રેટા લઇને આવ્યા હતા, ત્યારે એસિડ જોડે હતું. મારી ઉપર નાંખવાની ધમકી આપેલ ત્યાંથી મારો જીવ બચાવી ને ઘેર આવી ગઈ. મને વારંવાર શરીરસુખની માંગ કરે છે અને વીડિયોથી બ્લેકમેલ કરે છે. મને તે આ લોકોથી હું ખૂબ જ કંટાળી ગઈ છું. એટલે હું આ પગલું ભરું છું. આ લોકો મેં વિરુદ્ધ આગળ અરજી કરેલ છે. 16-9-2021ના રોજ આ અરજીની કોઈ કાર્યવાહી કરી નથી. હું એટલે ખબ કંટાળીને મજબૂરીએ આત્મહત્યા કરું છું અને હું એકલી રહું છું ભાડાના મકાનમાં.