વડોદરાના ભાયલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાળકે જીવ ગુમાન્યો, અકસ્માત બાદ ફરાર ટેમ્પો ડ્રાઇવરને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.


વડોદરાના ભાયલીમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બાળકે જીવ ગૂમાવ્યો,. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો વડોદરાના ભાયલી રોડ પર બાઇક પર પિતા અને પુત્ર જતાં હતા. આ સમયે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ બાઇક સવારને એવી ટક્કર મારી કે બાઇક પલટી ગયું. બંને પિતા અને પુત્ર રસ્તા પર પડી ગયા જો કે પુત્રને ગંભીર ઇજા થતાં તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે બાળકનો જીવ ન બચાવી શકાયો તેમનું સારવાર દરમિયાન મોત થયું. ટેમ્પો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ભાગી ગયો હોવાથી તાલુકા પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે.                                       


તો બીજી તરફ બનાસકાંઠના કાકરેજના ઉંબરીમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે. અહીં બાઈકના અડફેટે આવતા એક બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જે બાદ તેને સારવાર માટે શિહોરી ખાતે હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે, સ્થિતિ વધુ ગંભીર હોવાથી શિહોરીથી ડીસા વધુ સારવાર અર્થે ખસેડાય તે પહેલા બાળકીનું મોત નિપજ્યું હતું. મૃતક 8 વર્ષની બાળકીની ઓળખ  જાનુબેન વાલ્મિકી તરીકે થઇ છે. . બાળકીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમાં શિહોરી પોલીસે ઘટનાની જાણ થતા બાઈક સવારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. 


 તો બીજી તરફ જામનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સપડા ગામ નજીક સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોમા મોત થયા છે.


ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. સામે આવેલી વિગતો અનુસાર ફાયર વિભાગે 4 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જો કે, એક વ્યક્તિનો મૃતદેહ શોધવામાં ફાયર બ્રિગેડને ભારે મહેનત કરવી પડી હતી. આ પાંચ મૃતકોમાં એક જ પરિવારના 3 લોકો હતા. 5 લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા