આરોગ્ય વિભાગ પાસે ગુરુવારે કોરોનાના 250 રિપોર્ટ પેન્ડિંગ હતા તે પૈકીના રિપોર્ટમાંથી શુક્રવારે સવારે 8 અને સાંજે બીજા 12 એમ કુલ કોરોનાના 20 રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે જ વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 59 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં આ પૈકીના 81 ટકા કેસો તંત્ર દ્વારા કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારના છે. શુક્રવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં 19 નાગરવાડા વિસ્તારના અને એક આજવા રોડ વિસ્તારની બહાર કોલોનીનો હતો. હવે કુલ 59 કેસોમાંથી 47 કેસો નાગરવાડાના થયા છે.
કોરોના વાઈરસના ડરના કારણે પાણીગેટ બહાર મંદિર નજીક અવર-જવર માટે રસ્તો બંધ કરી દેવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. સામસામે પથ્થરમારો થતાં ભારે દોડધામ મચી હતી. પોલીસે આ બનાવમાં 11 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે બંદોબસ્ત જાળવી રાખ્યો છે અને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.