વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. આજે વડોદરામાં વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ત્રણ નાગરવાડા વિસ્તારના છે.  એક દર્દી આર વી દેસાઈ રોડ નો વતની છે. જે ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. તે વાડી વિસ્તારમાં આવેલ નીલકંઠ હોસ્પિટલમાં કામ કરતો હતો. વડોદરામાં કુલ 22 કેસ નોંધાયા છે.


આ સિવાય રાજકોટમાં પણ બોપરે વધુ બે પોઝિટિવ કેસ સામે આવતા ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 247 પર પહોંચી ગયો છે. જ્યારે જીવલેણ કોરોનાએ અત્યાર  સુધીમાં 17 લોકોનો ભોગ લીધો છે.
વડોદરામાં નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરી ક્લસ્ટર કવોરનટાઈન કરાયો છે. નાગરવાડાના કેટલાક કોરોના પોઝિટિવ દર્દી તાંદલજા ના લોકો સાથે સંપર્કમાં હતા.

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદામાં જ એક સાથે 50 નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તમામ કેસ અમદાવાદના હોટસ્પોટમાંથી સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 133એ પહોંચી છે.



ગુજરાતમાં જે 247 કેસ છે તેમાંથી 159 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 153 સ્ટેબલ છે. જ્યારે 26 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે. આજે પણ એક વ્યક્તિનું મોત થયું હતું જે અમદાવાદમાં એક 48 વર્ષના પુરુષનું મોત થયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ ?

  • અમદાવાદ 133

  • સુરત - 25

  • રાજકોટ - 13

  • વડોદરા - 22

  • ગાંધીનગર  - 13

  • ભાવનગર - 18

  • કચ્છ - 2

  • મહેસાણા - 2

  • ગીર સોમનાથ  - 2

  • પોરબંદર - 3

  • પંચમહાલ - 1

  • પાટણ - 5

  • છોટા ઉદેપુર - 2

  • જામનગર  -1

  • મોરબી - 1

  • આણંદ - 2

  • સાબરકાંઠા - 1

  • દાહોદા - 1