વડોદરાઃ વડોદરામાં સોમવારે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાનો ચેપ હોય તેવા દર્દીઓની સંખ્યા 6 પર પહોંચી છે. આ પૈકી ચાર વ્યક્તિ તો એક જ પરિવારની હોવાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે વડોદરામાં શ્રીલંકાથી આવેલા પતિ-પત્નીનો કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે માટે રિપોર્ટ કરાવાયો હતો. આ બંનેના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તરત આઈસોલેશનમાં ખસેડી દેવાયાં હતાં. સરકારી તંત્રે તરત જ પરિવારના અન્ય લોકોના પણ કોરોનાવાયરસની રીપોર્ટ કરાવાયો હતો.



આ બંનેના સંપર્કમાં આવેલી 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને પણ તાત્કાલિક આઈસોલેશનમાં રખાયાં છે. આમ વડોદરામાં એક જ પરિવારના ચાર સભ્યોનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. પરિવારની બંને યુવતીઓ વિદેશથી આવેલા માતા-પિતાને મળ્યાં તેમા જ તેમને ચેપ લાગી ગયો છે.

આ રીપોર્ટના પગલે સરકારી તંત્રે ત્વારિત કામગીરી કરીને કોરોનાવાયરસનો રીપોર્ટ પોઝિટિવ હોય તેવી વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે.