દાહોદ : શહેરમાં સગીરા પર 15-15 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરા પર લગભગ 50 દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. આ ગુનામાં 2 મહિલા પણ આરોપીઓ સાથે સામેલ હોવાનું સામે આવ્યું છે.  પોલીસે સામૂહિક બળાત્કારની આ ગંભીર ઘટનાની ફરિયાદ નહીં નોંધતા દાહોદ કોર્ટમાં કેસ નોંધાયો હતો. દાહોદની એડીશનલ સેશન્સ કોર્ટે ગત  25 સપ્ટેમ્બરે બળાત્કારની ફરિયાદ નોંધવા હુકમ કરતાં પોલીસને આ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે.


દાહોદમાં જ રહેતા 17 લોકો સામે એક સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાના વીડિઓ, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી અપાઈ હતી. આ ઘટના 2019ના વર્ષમાં બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સગીરા પર તા.2-6-2019થી તા.25-7-2019 સુધી યુવકોએ તેના ઘરે તેમજ શહેરમાં અલગ અલગ સ્થળે અલગ અલગ સમયે બળાત્કાર ગુજાર્યો હતો.


એટલું જ નહીં, આ ઇસમો તેને અસહ્ય  માનસિક ત્રાસ આપતા હતા. સગીરાના અશ્લીલ વીડિયો-તસવીરો મોબાઇલમાં ઉતાર્યા પછી તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ આ ફોટા-વીડિયોને આધારે તેને બ્લેકમેલ કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે કોઇને કહીશ કે પોલીસમાં ફરિયાદ આપીશ તો તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 


આ મામલો દાહોદની એડીશનલ સેશન્સ કોર્ટમાં આવતા દાહોદ શહેર પોલીસ સ્ટેશનાં ગત 25મી સપ્ટેમ્બરે ગુનો રજીસ્ટર કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. બેથી અઢી વર્ષના લાંબા ગાળા બાદ આ ઇસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. 


બળાત્કારના આરોપીઓના નામ


દાહોદના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, મેમુનગર ખેરૂનીશા મસ્જીદ પાસે રહેતા (1) મતિ નયમભાઇ કાજી (2) નિજામ રાજુભાઇ કાજી (3) જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઇ શેખ (4) અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી (5) સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ મિર્જા (6)મોઇનુદ્દીન ખતરી (7) અજરૂદ્દીન ખતરી (8) હસનબાબા (9) મઝહરકાજી (10) હૈદર કુરેશી (11) સહેબાજ શેખ (12) જાબીર સૈયદ (13) ઇશરાર ઉર્ફે ઇસ્સુ (14) ગુજ્જુ ઘાંચી (15) મુસ્કાન (16) બીરજોશી નિજામ રાજુભાઇ કાજીની પત્ની (17) નિજામ રાજુભાઇ કાજીની માતા