વડોદરા:  બાગેશ્વર ધામના  ધીરેન્દ્ર શાસ્ત્રી  લક્ષ્મીનારાયણ રિસોર્ટ ખાતે લિફ્ટમાં ફસાયા હતા. પ્રેસ કોન્ફરન્સ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તથા સિક્યૂરિટી જવાન લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા ત્યારે લિફ્ટમાં ફસાઈ ગયા હતા.  ઓવરલોડ થતા લિફ્ટ ફસાઈ હતી.   જો કે લિફ્ટમાંથી સિક્યૂરિટી ગાર્ડ બહાર નીકળી જતા લિફ્ટ કાર્યરત થઈ હતી. આ ઘટનાની જાણ હોટલ સંચાલકને થતા તાત્કાલિક લિફ્ટ ખોલી લોકોનું રેસ્ક્યું કરાયું હતું. વડોદરા ખાતે આજે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો  દરબાર યોજાવાનો છે. 


વડોદરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો  દરબાર યોજાવાનો છે.  બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા પહોંચ્યા છે. વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ક્લબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો છે.  


નવલખી મેદાન ખાતે વિશાળ મંડપ સાથે ભવ્ય સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 80 ફૂટ લાંબુ 24 ફૂટ પહોળું સ્ટેજ બનાવાયુ છે. દિવ્ય દરબાર કાર્યક્રમમાં પધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છે.


આમંત્રિત મહેમાનો અને ગણમાન્ય લોકો માટે બેઠકની અલગ વ્યવસ્થા કરાઈ છે. લોકોએ ખુરશી મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવ્યા છે. દિવ્ય દરબારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથા, ભજન સંધ્યા અને બજરંગ બલી પર પ્રવચન આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા મળતા વડોદરામાં તેમની સુરક્ષાની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. વીઆઈપી એન્ટ્રી અને જનરલ એન્ટ્રીગેટ અલગ અલગ કરવામાં આવ્યા છે. સ્ટેજની આસપાસ સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવશે. બિન અધિકૃત વ્યક્તિ સ્ટેજની આસપાસ નહીં જઇ શકે.


પોલીસ બંદોબસ્તમાં 2 ડીસીપી, 5 એ.સી.પી, 18 પી.આઈ, 50 પી.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને 200 હોમગાર્ડ જવાન તૈનાત રહેશે. બૉમ્બ ડિપોઝલ સકોર્ડ,  ડોગ સકોર્ડ અને બોડી વોન કેમેરા સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.  ટ્રાફિક સમસ્યા ન બને માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડે જવાનો તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થા માટે 700 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે. બાબાના દિવ્ય દરબારમાં અંદાજીત દોઢથી બે લાખ લોકો આવવાની શક્યતા રહેલી છે.


રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે હિપનોટાઇઝ કરી પૈસા પડાવ્યાનો લાગ્યો આરોપ


બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. અરજીમાં બાબાએ હિપનોટાઇઝ કરીને ખિસ્સું ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ છે