વડોદરાઃ વડોદરાના સાવલીમાં એક વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સાવલીની કેજીઆઈટી કોલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. રોનક દાહોદ જિલ્લાના ભંભોડી ગામનો રહેવાસી હતો
17 વર્ષીય વિદ્યાર્થી રોનક રણજીત સિંહ વશીએ આત્મહત્યા કરી હતી. જોકે, તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રોનક ડિપ્લોમા મિકેનિક્લ એન્જિયનિરિંગનો વિદ્યાર્થી હતો. તેણે 10મું ધોરણ પાસ કર્યાં બાદ કેજીઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું.
જોકે તેના પરિવારજનોએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોલીસ અને કોલેજને કડક કાર્યવાહી કરવાનું કહ્યું હતું. પોલીસ હાલમાં આ કેસની તપાસ શરૂ કરી હતી. કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલના રૂમ નંબર 402મા રહેતો હતો. જોકે શનિવાર બપોરે રોનક વશીએ બાજુના રૂમમાં પ્લાસ્ટિકની દોરી પંખા પર લટકાવીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
વડોદરા: સાવલીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી, કારણ અકબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2020 09:28 AM (IST)
17 વર્ષીય વિદ્યાર્થી રોનક રણજીત સિંહ વશીએ આત્મહત્યા કરી હતી. જોકે, તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેના પરિવારજનોએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -