Vadodara News: ત્યાગ વલ્લભ સ્વામી પર 33 કરોડની ઉચાપતના આરોપ મુદ્દે યોગી ડીવાઇન સોસાયટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સંસ્થા દ્વારા પત્ર લખીને જણાવાયું છે કે, હરિધામ સંલગ્ન સંતોની સ્થાવર-જંગમ મિલકતો મંદિરના નાણાંથી લીધી તે આરોપ ખોટા છે. સંસ્થાના કોઈ પણ સંત પૂર્વાશ્રમમાં ખાતેદાર ખેડૂત હોય અને મિલકતો ધરાવતા હોય અથવા વારસાઈ કે દાનમાં મિલકત મળી હોય તે સરકારી રેકોર્ડમાં તેમના પૂર્વાશ્રમના નામે હોઈ શકે. સદર મિલકતનો ઉપયોગ તેમની ઈચ્છાથી સંસ્તા પોતાના કાર્યક્રમ માટે કરતી હોય છે. સંતોના નામ રહેલી જમીનમાં મંદિરના નિભાવ અને ફળ, ફૂલ, શાકભાજી, અનાજ વગેરે રોજિંદી જરૂરિયાત માટે ખેતી પણ કરવામાં આવતી હોય છે. આથી જે તે જમીન સંસ્થાના નાણાથી ખરીદી હોય અને તેમના નામે હોય તે વાતમાં તથ્ય નથી.
વડીલ સંત અ.નિ,કૃષ્ણચરણદાસજીએ અવસાન પહેલા નવેમ્બર 2021માં બનાવેલા વસિયતનામાંથી તેમના ખાતે રહેલી તમામ સ્થાવર જંગમ મિલકત ત્યાગ વલ્લભ સ્વામીને વારસામાં આપી છે. ત્યાગ વલ્લભ સ્વામી પૂર્વાશ્રણના ખાતેદાર છે. આથી વારસાઈમાં મળેલી જમીનની રેવન્યુ રેકર્ડમાં તેમના પૂર્વાશ્રમના નામે એન્ટ્રી છે. નવી કોઈ જમીન ત્યાગ વલ્લભ સ્વામીએ કયારેય ખરીદી નથી.
ઉલ્લેખનીય છે કે આત્મિય કોલેજમાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. જામીન અરજી વચ્ચે ચેરિટીની કમિશનરની તપાસમાં 32.26 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીએ સત્સંગીઓના નામે અલગ અલગ 20 જેટલા બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. જે ખાતામાં ત્યાગ વલ્લભ સ્વામીએ બેંકના તમામ દસ્તાવેજ પોતાના પાસે રાખતા હોવાનો ખુલાસો થયો છે. 20 ખાતામાં નવ જેટલા ખાતા સાધ્વીજીના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ત્યાગ વલ્લભ સ્વામી સહિત મળતિયાઓ ફરાર થયા હતા. ચેરિટી કમિશનરની તપાસમાં ખુલાસો થયો હતો કે ટી.વી.સ્વામીએ સત્સંગીઓના નામે 20 બેન્ક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આ 20 ખાતામાં 9 જેટલા ખાતા સાધ્વીજીના નામે હોવાની આશંકા છે. એટલું જ નહી આ તમામ બેન્ક એકાઉન્ટ્સના દસ્તાવેજો પણ ત્યાગ વલ્લભ સ્વામી પોતાની પાસે રાખતા હતા. નોંધનીય છે કે ત્યાગ વલ્લભ સ્વામીએ શિક્ષાપત્રી વિરૂદ્ધ વર્તન કર્યું હતું. શિક્ષાપત્રીમાં લખવામાં આવ્યું છે કે કોઈ સંત પોતાના નામે કે અન્યના નામે પણ મિલકત કે જમીનની ખરીદી કરી શકે નહીં.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial