વડોદરાઃ શિયાબાગ પાસે માસ્ક બાબતે પીએસઆઈ સાથે પિતા-પુત્રે ઝપાઝપી કરી હતી. માસ્કના દંડ બાબતે ઝપાઝપી કરી, તારાથી થાય તે કરી લે અમે રૂપિયા ભરવાના નથી તેવું પોલીસને કહ્યું હતું. ઝપાઝપીમાં પીએસઆઈની નેમ પ્લેટ પણ તૂટી ગઈ હતી. પોલીસે પુત્ર વિનોદ પંડ્યા અને પિતા વિજય પંડ્યા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
ગઈ કાલે સોમવારે સાંજે નવાપુરા પોલીસની ટીમ શિયાબાગમાં મટન પેલેસ પાસે માસ્ક ન પહેરનારા વાહનચાલકો વિરુદ્ધ પોલીસકર્મીઓ કાર્યવાહી કરી રહ્યા હતા. દરમિયાન કારમાં એક શખ્સે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસકર્મીઓએ તેને દંડની પાવતી આપી હતી. જેથી કારમાં બેઠેલા પિતા-પુત્રે દંડ નહીં ભરીએ, તેમ જણાવી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ પીએસઆઈનો કોલર પકડી નેમ પ્લેટ તોડી નાખી હતી. ઘટનાના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો.
જયરત્ન ચાર રસ્તા તરફથી આવેલી કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા શખ્સે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે 1 હજાર દંડ ભરવાનું કહેતાં આ શખ્સોએ દંડ ભરવાની ના પાડી હતી. તેમણે થાય તે કરી લે રૂપિયા ભરાશે નહીં. એટલું જ નહીં, પોલીસ સાથે ઝઘડો કરી પીએસઆઇ એમ.ડી. હડિયાના કોલર પકડી નેમ પ્લેટ તોડી નાખી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી.
વડોદરાઃ માસ્ક નહીં પહેરનારા પિતા-પુત્રની લુખ્ખાગીરી, PSIને ફટકારીને નેમ પ્લેટ તોડી નાંખી, બીજું શું શું કર્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Dec 2020 10:39 AM (IST)
કારમાં એક શખ્સે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસકર્મીઓએ તેને દંડની પાવતી આપી હતી. જેથી કારમાં બેઠેલા પિતા-પુત્રે દંડ નહીં ભરીએ, તેમ જણાવી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -