વડોદરાઃ વડોદરા જિલ્લાના એક ગામમાં બે સંતાનોના પિતા એવા 25 વર્ષીય યુવકે 15 વર્ષની છોકરી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી તેને ભગાડી ગયો હતો પણ છોકરીના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે તેને ઝડપીને જેલભેગો કર્યો છે. આ યુવકને પત્નિ સાથે તકરાર થતાં પત્નિ તેના બે સંતાનોને લઈને જતી રહી હતી. એકલા પડેલા યુવકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધીને તેને ભગાડી ગયો હતો.

વડોદરા નજીક આવેલા રતનપુર ગામમાં રહેતા 25 વર્ષના જયંતિ ભીમસીંગ રાઠોડિયાને તેની પત્નિ સાથે ત્રણ માસ પહેલાં ઝઘડો થયો હતો. આ ઝગડા બાદ જયંતિની પત્નિ તેના બે સંતાનોને લઇને સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા માટે જતી રહી હતી. દરમિયાન જયંતિએ ગામમાં રહેતી 15 વર્ષની એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી સંબંધો બાંઘ્યા હતા અને તેને ભગાડી ગયો હતો.

આ બનાવની ફરિયાદ વરણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. લાંબા સમયથી ફરાર જયંતિ તેમજ સગીરા બંને કપુરાઇ ચોકડી પાસે આવવાનાં છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીએ જયંતિને ઝડપી પાડયો હતો