વડોદરાઃ આજે વહેલી સવારે 5.45 વાગ્યે વડોદરા રેલવે યાર્ડમાં આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગમાં મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા લપેટમાં આવી ગયા હતા. જોકે, ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ લાગવાનું કરણ અકબંધ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.  રેલવેના સ્ટાફ તથા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાઈ.


વડોદરા રેલવે DRM સહિતના  GRP, RPFના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેબલ ટ્રીપ થતા આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકાઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળ્યો હતો. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવાશે.