અમદાવાદઃ ગુજરાતના 36 શહેરોમાં લગાવવામાં આવેલા રાત્રિ કરફ્યૂ તેમજ નિયંત્રણો 21 મે સવારના 6 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા છે.  જેની મુદત પૂરી થાય તે પહેલા જ રાજ્યમાં ફરીથી લોકડાઉન નાંખવામાં આવી શકે તેવી અફવા ઉડી છે. જોકે આ પહેલા ઘણી વખત મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં લોકડાઉન નહીં લાદવામાં આવે તેવી સ્પષ્ટતા કરી ચુક્યા છે.


તાજેતરમાં સીએમ રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિને લઈ વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગારીમાં વ્યસ્ત હોવાથી રાત્રિ કરફ્યૂ અને નિયંત્રણોની સમીક્ષા તે પછી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપી. મોડાસા, રાધનપુર, કડી, વિસનગરમાં રાત્રિ કરફ્યૂની સાથે નિયંત્રણો છે. આ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ છે.


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો હતો. મંગળવારે રાજ્યમાં કોરોનાના ૬,૪૪૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૬૭ના મૃત્યુ થયા હતા. ૧૨ એપ્રિલ બાદ પ્રથમવાર રાજ્યમાં કોરોનાના કેસનો આંક ૬૫૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાં કોરાનાના કુલ કેસ હવે ૭,૬૬,૨૦૧ જ્યારે કુલ મરણાંક ૯,૨૬૯ છે. હાલમાં ૯૬,૪૪૩ એક્ટિવ કેસ છે જ્યારે ૭૫૫ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૫૫૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૮૬.૨૦% છે. જરાતમાં અત્યાર સુધી કુલ ૬,૬૦,૪૮૯ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૧,૬૫૩ સાથે કોરોનાના કુલ ટેસ્ટ હવે ૨.૦૩ કરોડ છે. ગુજરાતમાં હાલ ૪,૨૧,૬૯૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.


Cyclone Tauktae : અમરેલીમાં વાવાઝોડાએ મચાવ્યો તહેલકો, અનેક લોકો થયા બેઘર, જુઓ તસવીરો


મોદી સરકારના કયા કેબિનેટ મંત્રીએ વધુ 10 કંપનીઓને કોરોના રસી બનાવવાનું લાયસન્સ આપવાની કરી માંગ ?


દેશમાં એક  જ દિવસમાં કોરોનાથી 4529 મોત, ઘટતાં કેસની વચ્ચે મોતની વધતી સંખ્યાથી લોકોમાં ફફડાટ