પાદરા જંબુસર હાઇવે પર આવેલ વડું અને ધોબીકુવા ગામ પાસે આવેલ ડુંગરી અને લસણનો પાવડર બનાવતી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ પ્રા.લી કંપનીમાં ભીષણ આગ લાગતા વડોદરા, પાદરા અને મહુવડ સહિત આસપાસના ફાયર ફાયટરો આગને કાબુ મેળવવા કામે લાગ્યા હતા. આગનો મેઝર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.


પાદરાના વડું અને ધોબીકુવા ગામ પાસે આવેલ ડુંગરી અને લસણના પાવડર બનાવતી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ કંપની રાતે અચાનક આગ લાગતાં અફરા તફરી મચી ગઈ હતી અને પ્રથમ મહુવડ અને સ્થાનિક પાદરા નગર પાલિકાના ફાયર ફાયટરો તેમજ આસપાસની કંપનીના ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. પરંતુ આગનો મેઝર કોલ હોવાથી વડોદરા સેવા સદનનું ફાયર ફાયટર પણ આવી પહોંચ્યું હતું.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ આસપાસ ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. કંપનીના વેરહાઉસમા અને અન્ય પાલન્ટમાં આગ પસરી હતી. વડું પોલીસ તથા પાદરા મામલતદાર ઓન દોડી આવ્યા હતા. 8 ફાયર ફાયટરો આગ ઓર કાબુ મેળવવા કામે લાગ્યા હતા અને પાણી ખાલી થતાં સામેની કંપનીમાંથી પાણી ભરીને લાવવામાં આવ્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેરહાઉસનો કેટલો ભાગ JCBની મદદથી તોડીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

મહુવડ ફાયર સ્ટેશનના રાજેન્દ્રસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, મોડી રાતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, આગ નું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ માનવવામાં આવે છે, કંપનીમાં વ્યપક પ્રમાણે નુકશાન થયું છે પરતું કોઈ પણ જાનહાની થઈ ન હતી.