સત્યજીત ગાયકવાડ છેલ્લા અઢી દાયકાથી રાજકારણમાં છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછા માર્જિનથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. 1996ની લોકસભા ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પરથી સત્યજીત ગાયકવાડ માત્ર 17 મતે જીત્યા હતા. સત્યજીત ગાયકવાડને 1,31,248 જ્યારે તેમના હરીફ ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સુખડિયાને 1,31,231 મત મળતાં ગાયકવાડ માત્ર 17 મતે જીત્યા હતા. ગાયકવાડ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ભારતમાં સૌથી ઓછા મતે જીતવામાં ત્રીજા સ્થાને છે.
ગાયકવાડનાં બુધવારે મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા હતા. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને અટકાવી 1000નો દંડ ભરવા કહ્યું હતું. જો તેમની પાસે રૂપિયા ન હોય ભાઈ સત્યજિતને બોલાવ્યા હતા. સત્યજીત ગાયકવાડ રૂપિયા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. જોકે ત્યાં હાજર પોલીસે પાવતી પુરી થઈ ગઈ હોવાનું કહી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા કહક્યું હતું.
આ વાતનો સત્યજિત ગાયકવાડે વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઇભર્યું વર્તનકરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા.