વડોદરાઃ ફતેપુરામાં શ્રીજી પ્રતિમાની સ્થાપનાને લઇને થયો વિવાદ થયો હતો. ફતેપુરાના કોયલી ફળિયામાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરતા અટકાવતા વિવાદ થયો હતો. પોલીસ કોયલી ફળિયા પહોંચી મંડળને સ્થાપના કરતા અટકાવ્યા હતા.


ગણેશ મંડળનો આક્ષેપ છે કે, પોલીસ હેરાનગતિ કરી રહી છે. ખાનગી જગ્યામાં મંડળ ગણેશ સ્થાપના કરી રહ્યું હતુ. નોંધનીય છે કે, આજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે આ વખતે કોરોના મહામારી ચાલી રહી હોય, સરકારે પોતપોતાના ઘરે ગણેશ સ્થાપના કરવા લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં અમદાવાદમાં મોટા પંડાલમાં ગણેશ સ્થાપના નહિ જોવા મળે. સાર્વજનિક મંડળો મોટા આયોજનના સ્થાને આયોજકોએ સેવાકીય પ્રવૃત્તિ કરવાનો પણ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચતૃથીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપ નો નવતર અભિગમ અપનાવ્યો છે. પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશના નવતર અભિનવ વિચારમાં મુખ્ય મંત્રીશ્રીએ પોધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપીલ પણ કરી છે. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીએ સૌને અપીલ પણ કરેલી છે.