વડોદરાઃ એનઆરઆઈ યુવકોને પરણવાના મોહમાં કેવી હાલત થાય છે તેનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરાની યુવતીને યુ.એસ.ના વિઝા અપાવવાની લાલચ આપી એનઆરઆઈ યુવકે લગ્ન કર્યાં હતાં. યુવકે લગ્ન પહેલાં જ યુવતીને ફરવા લઈ જઈ શારીરિક સંબધો બાંધ્યા હતા. આઘાતજનક વાત એ છે કે, યુવકે પોતાનાં પહેલાં થયેલાં લગ્નની વાત છૂપાવી હતી. યુવકીના પરિવારજનોને યુવકનાં પહેલા લગ્નની ખબર પડતાં બીજાં લગ્ન કરનાર એનઆરઆઇ યુવક સામે ફરિયાદ કરી છે. યુવકના પિતા અને ભાઇની ગોરવા પોલીસે ધરપકડ કરી છે .જ્યારે માતાની પણ પૂછપરછ કરી હતી.
વડોદરાની યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુ.એસ.માં મેડિકલ સાધનોનો વેપાર કરતા પ્રતિક રાકેશભાઇ દોશી સાથે લગ્ન નક્કી કર્યા હતા. લગ્ન પહેલાં પ્રતિક અને તેના પરિવારે અગાઉના લગ્નની વાત છૂપાવી હતી. પ્રતિક દીવ ફરવા લઇ ગયો ત્યારે યુવતીની મરજી વગર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
વડોદરામાં લગ્ન રજિસ્ટર કર્યા બાદ પ્રતિકના પરિવારજનોએ દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૃકર્યું હતું. દરમિયાનમાં યુવતીએ પ્રતિકના મોબાઇલમાં અન્ય યુવતીના ફોટા અને વીડિઓ જોતાં તેના અગાઉના લગ્નનો ભાંડો ફૂટયો હતો. પ્રતિક સંતોષકારક જવાબ ના આપી શકતાં યુવતીએ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં ગોરવા પોલીસે પ્રતિકના પિતા રાકેશ નટવરલાલ દોશી અને ભાઇ હાર્દિક રાકેશભાઇ દોશીની ધરપકડ કરી છે. પ્રતિકની માતા મીરા રાકેશભાઇ દોશી (તમામ રહે.અભિજ્યોત ગ્રીન,શિવરંજની ચાર રસ્તા, અમદાવાદ)ની અટકાયત કરી હતી. પ્રતિક વિદેશ હોવાથી તેની પણ તપાસ કરાઇ રહી છે.
અમદાવાદમાં આંખ ઉઘાડનારો કિસ્સો, NRI યુવકે લગ્ન પહેલાં યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, લગ્ન પછી યુવતીએ પતિનો મોબાઈલ જોયો ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Oct 2020 09:46 AM (IST)
યુવકે પોતાનાં પહેલાં થયેલાં લગ્નની વાત છૂપાવી હતી. યુવકીના પરિવારજનોને યુવકનાં પહેલા લગ્નની ખબર પડતાં બીજાં લગ્ન કરનાર એનઆરઆઇ યુવક સામે ફરિયાદ કરી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -