વડોદરા: અટલાદરાના અક્ષરચોક વિસ્તારમાં એલઆઈસીની ઓફિસ ધરાવતી મહિલા એજન્ટે અન્ય એજન્ટો તેમજ છુટક કામ કરતાં મદદનીશ સાથે પોતાની ઓફિસમાં દારૂની પાર્ટી રાખી હતી જેની બાતમી ગોત્રી પોલીસે મળતાં જ પોલીસે રાત્રે દરોડા પાડી મહિલા સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા હતાં. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં સંકેત હાઈટ્સના છઠ્ઠા માળે ઈન્સ્યોરન્સની ખાનગી ઓફિસમાં શનિવારે મોડીરાતે કેટલાંક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેની બાતમી પોલીસે મળી હતી. બાતમીના આધારે પોલીસ દારૂની મહેફિલ માણતાં હતા તે ઓફિસમાં દરોડા પાડ્યા હતાં.
પોલીસ પહોંચી ત્યારે દરવાજો બંધ હતો અને અંદર મોટેથી વાતો થઈ રહી હતી. પોલીસે દરવાજો ખખડાવતાં ધર્મેશ પંચાલે દરવાજો ખોલ્યો હતો. પોલીસને જોતાં જ દારૂની મજા માણી રહેલા તમામના હોંશ ઉડી ગયા હતા અને ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસે દારૂની લગભગ ખાલી થઈ ચૂકેલી બોટલ, પાંચ ગ્લાસ અને એક ઠંડાપીણાની બોટલ કબજે કર્યા હતા. આ ઉપરાંત ચાર મોબાઇલ પણ કબજે લઈ તમામ સામે મહેફિલનો કેસ કરી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, મહિલાનો થોડા દિવસ પહેલાં બર્થ-ડે હતો જેને લઈને નજીકના એજન્ટોએ પાર્ટી માટે આગ્રહ કર્યો હતો અને તેને કારણે પાર્ટી યોજાઇ હતી.
વડોદરાઃ મોડી રાતે યુવતી ચાર યુવકો સાથે બંધ ઓફિસમાં માણી રહી હતી મહેફિલ ને પોલીસ પહોંચી....
abpasmita.in
Updated at:
16 Jun 2019 11:07 AM (IST)
વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં સંકેત હાઈટ્સના છઠ્ઠા માળે ઈન્સ્યોરન્સની ખાનગી ઓફિસમાં શનિવારે મોડીરાતે કેટલાંક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેની બાતમી પોલીસે મળી હતી. બાતમીના આધારે પોલીસ દારૂની મહેફિલ માણતાં હતા તે ઓફિસમાં દરોડા પાડ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -