વીડિયોમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા માટે રૂપિયાની આપતા હોવાનો દાવો કરાયો છે. અક્ષય પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વીડિયો મેં જોયો નથી. કોંગ્રેસની કરતૂત હોઇ શકે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં વોટના બદલે નોટનો વિવાદ ઉભો થયો છે. પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. રૂપિયા આપનાર અક્ષય પટેલને મત આપવા મતદારોને વાતકરી રહ્યા છે. 100 રૂપિયાની નોટ આપતા હોવાનું દેખાઈ રહ્યું છે.