નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ વધુ માં કહ્યું કે જ્યાં સુધી WHO રાજ્યને કોરોના મુક્ત જાહેર ના કરે ત્યાં સુધી નિયમોનું પાલન કરવું પડશે, લોકોએ માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. સરકારી ગાઈડ લાઇન નું પાલન કરવું પડશે. તબક્કાવાર સરકાર કરફ્યુમાં પણ છૂટછાટ આપી રહી છે હાલ કોરોના સંક્રમણ ઘટયું છે, નિયંત્રણમાં આવ્યું છે. જોકે ચાર મહાનગરમાં કરફ્યુ હટશે કે કેમ તેના વિશે નીતિન પટેલે ફોડ પાડ્યો ના હતો.
ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 380 કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.74 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 637 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,51,400 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4086 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 4041લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં એક-એક વ્યક્તિના મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4381 પર પહોંચ્યો છે.
Farmers Protest: ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં કેટલા પોલીસકર્મી થયા ઘાયલ ? પોલીસ કમિશ્નરે શું કરી અપીલ
Farmers Protest: ખેડૂતોના હંગામા બાદ અમિત શાહના ગૃહ મંત્રાલયે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત