વડોદરાઃ માંજલપુર વિધાનસભા સેન્સ મામલે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. માંજલપુર બેઠક પર 40 દાવેદારોએ ઈચ્છા દર્શાવતા યોગેશ પટેલ નિવેદન આપ્યું છે. પાંચેય વિધાનસભામાં માંજલપુર વિધાનસભા શ્રેષ્ઠ છે. અગાઉ 5 પટેલો ધારાસભ્ય હતા. હવે હું એકલો જ પટેલ ઉમેદવાર છેલ્લા 7 વખતથી જીતુ છું. જો કે, તમામ 19 વોર્ડમાંથી પટેલ જ્ઞાતિના લોકોએ ટીકીટ માંગી છે.
આજે નાનો બાળક પણ મોદી મોદી કરે છે અને મોટો થાય એટલે ટિકિટ માંગે છે. અગાઉ મેં માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરી. જેણે દાવેદારી કરે છે તે તમામને શુભેચ્છાઓ. પહેલા સામાજિક કાર્ય કરો સેવા કરો, લોકો ઓળખે અને પછી દાવેદારી કરો, તેમ યોગેશ પટેલે જણાવ્યું હતું. હું લોકોને કહું છું મને ઓછા પણ પૂરતા મત આપો. મારે ચૂંટણીમાં કોઈ રેકોર્ડ બ્રેક કરવો નથી, લોકો રેકોર્ડ બ્રેક કરવા આવે છે. લોકો વધારે મત આપે તો માંગણી પણ વધુ કરતા હોય છે. છેલ્લા ઇલેક્શનમાં કોંગ્રેસ ના સક્ષમ નગરસેવકોએ ઉમેદવારી કરી હતી. સમર્થન કરી દાવેદારી કરતા લોકો માટે કહ્યું એ તો માણસોનો સ્વભાવ છે.
Gujarat Election 2022 : રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો હતો. કોટડા સાંગાણીના વિનુભાઈ ઠુમ્મરે કહ્યું મને ઉપર જવા દેતા નથી. હું સિનિયર અગ્રણી છું. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવા પણ દ્રશ્યો જોવા મળ્યા.
જિલ્લા ભાજપ મહામંત્રી વિનુ ઠુમ્મરે કરી બોલાચાલી હતી. શહેર તેમજ ગ્રામ્યના આગેવાનો સાથે કરી બોલાચાલી . અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયા માં જવા માંગતા હતા જિલ્લા ભાજપ મહામંત્રી. સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા થઈ માથાકૂટ.
Gujarat Election 2022 : હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ભાજપમાંથી નોંધાવી દાવેદારી?
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે અમદાવાદ જિલ્લોની સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. નોંધનીય છે કે, વિરમગામ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે.
આ બેઠક પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. હાર્દિક પટેલના સમર્થકોએ હાર્દિકના નામની દાવેદારી નોંધાવી છે. દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ ના આવ્યા. વિશ્વહિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે ટિકિટ માંગી છે. વિરમગામ બેઠક પરથી દિવ્યા પટેલે ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર પણ દિવ્યા પટેલ છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર છે દિવ્યા પટેલ . હું અમારા સમાજમાં વર્ચસ્વ ધરાવું છું. ભાજપ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છું. ખેડૂત સમાજમાં પણ મારું વર્ચસ્વ છે, તેમ દિવ્યા પટેલે કહ્યું હતું.
વિરમગામમાં પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ , તેજશ્રી પટેલ દાવેદારી કરી શકે છે. હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ પણ દાવેદારી કરી શકે છે. પાટીદાર આંદોલનનો ચેહરો રહેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલ પણ દાવેદારી કરી શકે છે. તેજશ્રીબેન પટેલ અને ચિરાગ પટેલ દાવેદારી કરવા પહોંચ્યા છે.