અમદાવાદ: વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે સંચાલક જયેશ પટેલે આચરેલા દુષ્કર્મના આરોપી હાલ જેલ હવાલે છે, ત્યારે જયેશે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દિધી છે. બળાત્કાર કેસમાં આરોપી જયેશે પોતાની પત્નીની સારવાર માટે હાઈકોર્ટેમાં 30 દિવસની જામીન આપવાની માંગ સાથે અરજી કરી હતી. હાઈકોર્ટે જયેશની આ જામીન અરજી ફગાવી દિધી છે, હાઈકોર્ટનું અવલોકન છે કે આ કેસમાં આરોપીની જરૂર નથી


મહત્વપૂર્ણ છે કે, ડો. જયેશ પટેલ સામે વિદ્યાર્થીની પર બળાત્કારનો આરોપ છે. જ્યારે રેક્ટર ભાવના ચૌહાણ સામે વિદ્યાર્થીનીને જયેશ પટેલ સુધી લઇ જવાનો આરોપ છે.

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નર્સિંગની  વિદ્યાર્થિનીએ તા.18 જૂન 2016ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પારુલ યુનિ.ના સંચાલક જયેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ફરિયાદમાં આરોપી તરીકે હોસ્ટેલનાં રેક્ટર ભાવના ચૌહાણનું પણ નામ આપવામાં આવ્યું હતું. પોલીસ ધરપકડ બાદ આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ બન્ને આરોપી હાલ જેલમાં છે.