વડોદરાઃ રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 13માં કોંગ્રેસ બાળુ સુર્વેની જીત થઈ હતી. આ જીત સાથે બાળુ સુર્વે સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા છે. આ વોર્ડની બાકીની ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે.
વડોદરાનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 8 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 76 બેઠકો છે અને તેમાંથી 24 બેઠકોના ટ્રેન્ડ જોવા મળ્યા છે. સંસ્કાર નગરી વડોદરામાં કોંગ્રેસ આગળ નિકળતાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો છે. આ વલણ 10.30 કલાક સુધીનાં છે. કોંગ્રેસે પહેલો ઘા કરીને ત્રણ બેઠકો જીતી પણ લીધી છે.
Gujarat Municipal Election Vote Counting LIVE: વડોદરાના ક્યા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે તોડી ભાજપની પેનલ, સતત ત્રીજી વાર જીત્યા કોંગ્રેસના ઉમેદવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 10:46 AM (IST)
Gujarat Municipal Election 2021 Vote Counting LIVE Updates: વડોદરાનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 8 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -