ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ વડોદરાના વોર્ડનં. 6માં અકોટા ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતું. જે બાદ તેણે પોતાના મતાધિકારનો ઊપયોગ કરવા અપીલ કરી હતી. વડોદરાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે મુદ્દાઓને ધયાને રાખી પોતે મતદાન કર્યુ અને સર્વને મતદાન કરવા અપીલ કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 12.88 ટકા મતદાન થયું છે. જામનગરમાં સરેરાશ 15.45 ટકા મતદાન, રાજકોટમાં 14.76 ટકા મતદાન, સુરતમાં 13.73 ટકા મતદાન, ભાવનગરમાં 13.49 ટકા મતદાન, વડોદરા 13.16 ટકા મતદાન, અમદાવાદ 11.40 ટકા મતદાન નોંધાયું છે.
છ મહાનગર પાલિકામાં મતદાનની ઓછી ટકાવારીના કારણે રાજકીય પક્ષોને ચિંતા વધી ગઈ છે.