પ્રાચીને ઘરે મૂકવા માટે આવનાર અંકિતની પોલીસે અટકાયત કરી છે. યુવતીની હત્યા ગળું દબાવીને કરી હોવાનું પ્રાથિમક અનુમાન છે. યુવતી રાત્રે વસીમ નામના યુવક સાથે છેલ્લે હતી, તેવી પણ વિગતો સામે આવી છે.
આ કેસમાં પોલીસે અંકિત નામના યુવકની અટકાયત કરી છે. તેણે જણાવ્યું હતું કે, તે રાત્રે 2.15 વાગ્યા સુધી તેની સાથે હતો. આ પછી પ્રાચી વસીમ નામના યુવક સાથે હતી. તેણે ઘરે મૂકી જવાનું કહેતા પ્રાચીએ ઇનકાર કર્યો હોવાનો દાવો અંકિતે કર્યો છે. પ્રાચીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાચી હાલ વડોદરામાં પરિવાર સાથે રહે છે અને તે મૂળ ભરૂચની છે. તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. ઘટનાસ્થળેથી બે બાઇક અને પ્રાચીનો અમૂક સામાન પણ મળી આવ્યો છે. જે.પી. રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.