વડોદરા: જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે આવ્યા હતા. ભક્ત રાકેશ ડોડીયાના ઘરે ભોજન પણ લીધું હતું.  હરીહરાનંદ બાપુ અમદાવાદથી સુરત જતાં સમયે વડોદરામાં ભક્ત રાકેશના ઘરે રોકાયા હતા. આ અંગે ભક્ત રાકેશ ડોડીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બાપુને કપુરાઇ ચોકડી હાઇવે પાસે આવેલ હનુમાનજી મંદિર પર ઉતાર્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે, વડોદરાના ખાસવાડી સ્મશાનના કાળુ મહારાજને મળવા જવું છે એટલે મને અહીંયા ઉતારી દે. બાપુ 30 એપ્રિલના રોજ રાકેશભાઈ ડોડીયાના ઘરે આવ્યા હતા. હવે આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં કેવડીયા આશ્રમના સંત પરમેશ્વર ભારતીએ ફરિયાદ નોંધાવી છે.


 



જૂનાગઢ ભારતી આશ્રમમાં સન્નાટો


જૂનાગઢ: મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ સંપર્ક વિહોણા થતા ચકચાર મચી જવા પામી છે. મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ ગુમ થતા ભારતી આશ્રમ ખાતે સન્નાટો જોવા મળી રહ્યો છે. સેવકોએ પણ બોલવાનું ટાળ્યુ છે. આ ઉપરાંત આશ્રમના સંચાલક મહાદેવ ભારતી બહાર હોવાનું સેવકોએ જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુમસુદાની ફરિયાદ દાખલ કરી છે. વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોતરાઈ છે. જે ચિઠ્ઠી અને વીડિયો વાયરલ થાય છે તે પોલીસે મેળવી ગુમ થવાનું કારણ શોધવા કવાયત શરુ કરી છે. પોલીસે હાઇવ નજીકના સીસીટીવી, મોબાઈલ લોકેશન અને કથિત સેવકોની તપાસ શરૂ કરી છે.


 



અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો


 અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી વ્યથિત મહામંડલેશ્વર  હરિહરાનંદ  ભારતી બાપુ ગુમ થયા છે. વ્યથિત હોવાથી  હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમ છોડી નિકળી ગયા છે. ગત રાતથી  હરિહરાનંદ ભારતીબાપુ સંપર્ક વિહોણા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક પામ્યા બાદ  હરિહરાનંદ  ભારતી બાપુએ ગાદી સંભાળી છે. 


આ દરમિયાન  હરિહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ગુમ થયાનું કારણ પણ જણાવી રહ્યાં છે. વિડીયોમાં તેઓ કહી રહ્યાં છે કે આશ્રમના વીલમાં નામ હોવા છતાં તેમની સાથે કાવાદાવા થયા. આ ઉપરાંત ઘણા સમયથી ધાક ધમકીઓ પણ મળી રહી છે.તો તેમના નામે એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેમણે લખ્યું છે. “ હું લખનાર હરિહરાનંદ ભારતી, સરખેજ ભરતી આશ્રમનો વિવાદ  મારા ગુરુ બ્રહ્મલિન થયા બાદ ખુબ થયો છે. વીલ મારા નામનો છે, છતાં પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ કઈ આવતું નથી. કોઈ મારુ કહ્યું માનતા નથી, હું મૂંઝાણો છું. હું કંટાળીને નીકળી ગયો છું. મને એન  કેન રીતે બદનામ કરે છે, ખોટા દબાણ કરે છે. લિ. હરિહરાનંદ ભારતી”.