વડોદરા: સોખડા હરિધામ મંદિર વિવાદનો ઉકેલાવાને બદલે વધુ ગુંચવાયો છે. બને પક્ષે એક બીજા સામે વાંધો ઉઠાવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.એસ.શાહની અધ્યક્ષતામાં મીડિયેશન પક્રિયા આગળ વધશે. 13 જૂન સુધી કોર્ટને મીડિયેશન રિપોર્ટ આપવાનો રહશે. મીડિયેટરની હાજરીમાં સમાધાન વખતે પ્રેમસ્વરૂપદાસની સાથે ત્યાગવલ્લભ સ્વામી પણ પ્રતિનિધિ તરીખે હાજર રાખવા રજૂઆત કરવામાં આવી છે. પ્રેમસ્વરૂપદાસની સાથે ત્યાગવલ્લભ સ્વામીને હાજર રાખવાના પ્રેમસ્વરૂપદાસના વકીલની રજૂઆત સામે પ્રબોધ સ્વામીના વકીલે વાંધો ઉઠાવ્યો છે. સંસ્થાના પ્રેસીડન્ટનો મુદ્દો પણ કોર્ટે સમાધાનની બેઠકમાં ચર્ચા કરવા આગ્રહ કર્યો છે. સંસ્થાના પ્રેસીડન્ટના મુદ્દે પ્રેમસવરૂપ સ્વામીના વકીલે વાંધો ઉઠાવતા આ મુદ્દો સમાધાનની બેઠકમાં ચર્ચા ન કરવા રજુઆત કરી. કોર્ટે સંસ્થાના પ્રેસીડન્ટના મુદ્દા અંગે યોગ્ય ફોરમમાં રજૂઆત માટે જાણવ્યું છે.
ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસ: પોલીસે આ બે સંતો અને સેક્રેટરીની કરી પૂછપરછ
સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો ગરમાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કડીમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલીસે ત્રણેયને નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. એસપી રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. એસપીએ સંતોને પૂછ્યું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી?
તો બીજી તરફ આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી. જિલ્લા પોલીસ વડાએ આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. હવે આ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પાસેથી આંચકી લેવાઈ છે.
ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટા ફરતાં થયા
તો બીજી તરફ સોશિયલ મીડીયામાં પણ ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટ ફરતાં થયા છે. સોખડા હરિધામના ગુણાતીતચરણ સ્વામીની હત્યા? તેવા સવાલ સાથેનો ફોટો વાયરલ થયો છે. હરિધામમાં હવે પછી કોનો વારો? તેવા સવાલ સાથેનો ફોટો પણ વાયરલ થયો છે.