વડોદરા: સયાજી બાગમાં આવેલા કમાટીબાગ ઝુ માં હીપોપોટેમસની સારવાર માટે હિપોના એંક્લોઝરમાં ઉતરેલા ઝુ કયુરેટર ડોક્ટર પ્રત્યુસ પાટનકર અને સિક્યુરિટી સુપરવાઇઝર રોહિતભાઈ પર હીપોપોટેમસે હુમલો કરતા બંને ગંભીર રૂપે ઘાયલ થયા છે. જેમને વડોદરાની નરહરી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા છે જ્યાં સુપરવાઇઝર ક્રિટિકલ સિચ્યુએશનમાં છે જ્યારે ડોક્ટર પ્રત્યુશ પણ ગંભીર હાલતમાં હોય તેમની બંનેની સારવાર ચાલી રહી છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, મેયર કેયુર રોકડિયા સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિપક્ષ નેતા અમીરાવત સહિત અનેક અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. ગુરુવારે કમાટીબાગ ઝુ મુલાકાતઓ માટે બંધ હોય છે અને પ્રાણીઓની તબિયત અને સારવારની દેખરેખ માટે ડોક્ટર પ્રત્યુસ પાટનકર વિઝીટ પર પહોંચ્યા હતા. હિપોપોટેમસના શરીરના પાછળના ભાગે વાગ્યું હોય લોહી વહી રહ્યું હતું જેની સારવાર માટે ડોક્ટર પ્રત્યસ પહોંચ્યા હતા. જો કે બહાર નીકળતી વખતે તેમનો બુટ ફસાયું હતું અને તેઓ નીચે પડ્યા હતા. તેમણે ઊંધા સુઈ જઈએ બચવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમની પર હિપો એ હુમલો કર્યો હતો. તો તેમને બચાવવા સિક્યુરિટી સુપરવાઈઝર રોહિતભાઈ પણ પાંજરામાં ગયા હતા તેમની પર પણ હુમલો થયો હતો.
PM મોદી દિલ્લી જવા રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા.. આજે બીજા દિવસે પ્રધાનમંત્રીએ રાજભવનમાં સળંગ બેઠકો યોજી હતી. રાજકીય બાબતો અંગે સરકાર અને સંગઠનની બાબતે ચર્ચા માટે એક બેઠક યોજી હતી. તો બીજી બેઠક રાજ્યના આર્થિક રોડમેપ અંગે ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બંને બેઠકોને લઈ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી હતી. આ બેઠકમાં રાજકીય ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે આ બેઠકમાં સરકાર અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ અને ગુજરાત ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય નેતાઓ સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ, સંગઠનમાં ફેરફાર અંગે, મંત્રીમંડળના વિસ્તરણ અંગે, સંસદીય સચિવોની નિમણૂકો અંગે ચર્ચા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.