વડોદરા: ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની જોમેટો ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઝોમેટો કંપનીના ડિલિવરી બોયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે જે વડોદરાનો કહેવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો વડોદરાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભારે વરસાદને લીધે રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયેલા હતાં. આ વીડિયો ઋત્વિજ પટેલ નામના એક શખ્સે શેર કર્યો છે.

જેમાં તેણે લખ્યું કે ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરેક જગ્યાએ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઝોમેટોના એક ડિલિવરી બોયનું બાઈક પાણીમાં ફસાઇ ગયું છે. તે બાઈક ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

પાણીમાં ફસાયેલો ડિલિવરી બોય કોઈ સાથે ફોન પર વાત કરતો નજર આવી રહ્યો છે. ત્યારે કેટલાંક લોકો આવતાં નજર આવે છે અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. ડિલિવરી બોયની મદદ કરે છે.


આ વીડિયો 2:20 મીનિટનો છે. પરંતુ વિચારવા જેવું છે કે આટલા વરસાદમાં લોકો પોતાના ઘરની બહાર નિકળી શકતાં ન હતા એવામાં ડિલિવરી બોયની હિમ્મત જોઇ બધાં તેના સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યાં છે.