વડોદરા મૂળની ઉદયપુરમાં રહેતી પીડિતાનું કહેવું છે કે આ ઘટના 26 ફેબ્રુઆરી રાતની છે. તે સમયે ઇન્દોર-ઉદયપુર પેસેન્જર ટ્રેનમાં જે ડબ્બામાં તે ચડી તેમાં માત્ર ત્રણ લોકો જ હતા. જેમાં તે એકલી મહિલા હતી. ટ્રેનમાં બેઠેલ યુવકે તેને એકલી જોઈને ગંદી હરકત કરવાનું શરૂ કર્યું. નિર્વસ્ત્ર થયા બાદ તે અશ્લીલ હરકત કરવા લાગ્યો. પહેલા તે આ ઘટનાથી ડરી ગઈ પરંતુ તેને આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા રેલવે મંત્રી પીયૂષ ગોયલને મોકલીને આ મામલે કાર્રવાઈની માગ કરી.
યુવતી તેનો વીડિયો બનાવતી હતી તેનો યુવકને ખ્યાલ આવી જતા તે ત્યાંથી ભાગી ગયો. જે બાદ યુવતીએ પોતાની ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી રેલવે મંત્રીને કરી છે. તેમ છતાં હજુ સુધી આ યુવકની ધરપકડ થઈ નથી.
ફરિયાદ બાદ યુવતી સાથે રેલવે પોલીસના જવાનોએ ઉદયપુર નજીક માવલી પાસે વાતચીત કરી હતી. યુવકની ટ્રેનના બોગીમાં તપાસ શરૂ કરાઈ. ત્યારે ખ્યાલ આવ્યો કે યુવક દ્વારા ટ્રેનમાં બેઠેલી અન્ય કેટલીક મહિલાઓ સાથે પણ આ પ્રકારની ગંદી હરકતો કરવામાં આવી હતી. હવે રેલવે સીસીટીવી ફુટેજના આધારે યુવકની તપાસ કરવામાં આવી રહી છે.