વડોદરાઃ ભારતનો સૌ પ્રથમ બ્રિજ પરનો સોલાર પ્લાન્ટ વડોદરામાં તૈયાર થયો છે. વડોદરાના અકોટા દાંડીયા બજાર બ્રિજ પર સોલાર પ્લાન્ટ બન્યો છે. 40 કરોડના આ પ્રોજેક્ટ ખર્ચે તૈયાર થયો છે. 3.20 કરોડ સોલાર પ્લેટનો ખર્ચ થયો છે. 20 વર્ષ માટે ઓપરેશન અને નિભાવણીનો ખર્ચ થયો છે.


સ્ટ્રક્ચરનો ખર્ચ 22 કરોડ કરવામા આવ્યો છે. પાલિકાને સોલાર લાઈટના વર્ષે 14 લાખ યુનિટ વિજળી ઉત્પન્ન થશે. વર્ષે 1 કરોડની આવક પાલિકાને થશે. જોકે, એ 40 કરોડની એફડી કરી હોત તો પણ પાલિકાને 2.5 કરોડની આવક થાત.