Vadodara : વડોદરામાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના ઘટી છે. વડોદરામાં જન્માષ્ટમી પર્વ પર કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં  દુર્ઘટના ઘટી છે. મટકી ફોડતા સમયે બે ગોવિંદા નીચે પટકાયા છે. એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. યુવક નીચે પટકાતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. આ ઘટનામાં કુલ બે ગોવિંદા ઇજાગ્રસ્ત થયા છે.  કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં  આ ઘટના બનતા પાલિકાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. 


પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન
 પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી લોકોના સૌથી ફેવરીટ નાસ્તામાનો એક છે. જો કે, પાણીપુરી જેટલી ચટાકેદાર હોય છે તેના સામે તેની ગુણવત્તાને લઈને પણ ઘણીવાર સવાલો ઉઠ્યા છે. આજે અમે તમને આવા જ કેટલા દ્રશ્યો બતાવીશું જેને જોયા બાદ તમે પાણીપુરી ખાતા પહેલા ચોક્કસથી વિચારશો. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પાણીપુરીનો ધંધો કરવાવાળા સડેલા બટાકાનો ઉપયોગ કરી લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરી રહ્યા છે.


બટાકા બાફવાના તપેલામાં પ્લાસ્ટિકની કોથળીઓ પણ બફાઈ રહી છે, જેના રસાયણો બટાકા અને ચણામાં જતા પાણીપુરી ખાનારાના સ્વાસ્થ્ય પર સીધી અસર પડી શકે છે. પ્લાસ્ટિકની થેલીઓમાં ચણા ભરી બટાકા સાથે બાફવા મૂકે છે જે હાનિકારક સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિક ઉકળતા તેના છુટા પડેલા રસાયણો બટાકા અને ચણામાં જતા જ્યારે પાણીપુરી ખાનારના શરીરમાં જતા જ શરીરને નુકશાન પહોંચાડી શકે છે.


નાના બાળકો અને સિનિયર સીટીઝન આવી પાણી પુરી ખાતા તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પાણીપુરીનો ધંધો કરવાવાળા એક સાથે 20 કિલોની બટાકાની ગુણી ઉકળતા તપેલામાં નાખી બટાકા બાફે છે. જેમાં સડેલા બટાકા પણ બફાઈ રહ્યા છે. આ મામલે કોર્પોરેશન આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બને છે. ચોમાસાની સિઝન જેમાં કેટલીક વાર દૂષિત પાણી પણ ઉપયોગમાં આવી જતું હોય છે. કેમકે પાણીપુરીવાળા જે વિસ્તારમાં રહે છે ત્યાનું જ પાણી વાપરે છે એ લોકો કોઈ મિનરલ વોટર તો વાપરતા જ નથી, શહેરના અનેક વિસ્તારમાં દૂષિત પાણીની બુમો આવે છે. જોકે લોકોએ પણ ચોમાસામાં જ્યાં મિનરલ પાણી વાપરતા હોય ત્યાં જ ખાણીપીણીની વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.