વડોદરા: વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ હત્યા મામલે મોટી અપડેટ સામે આવી છે. તૃષાના હત્યાના આરોપી કલ્પેશ ઠાકોરને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે કોર્ટમાંથી આરોપી કલ્પેશના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે પોલીસ કોર્ટ પાસે આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આવતીકાલે પોલીસ આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરશે.
તૃષા સોલંકીની હત્યામાં પ્રેમીએ શું કર્યો મોટો ખુલાસો?
વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી તેના ઘરે અને દુકાને સર્ચ કર્યું હતું. પોલીસે આરોપી કલ્પેશની દુકાનથી હત્યામાં વપરાયેલું હથિયાર અને તૃષાનો ફોન જપ્ત કર્યો છે. આરોપી તૃષાની હત્યા કર્યા બાદ ફોન લઈ જતો રહ્યો હતો. તૃષા ગોધરાના સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાથી આરોપી કલ્પેશ રોષે ભરાયો હતો અને મારી નહિ તો કોઈની નહિ કહીને તૃષાને એકતરફી પ્રેમમાં પતાવી નાખી હતી.
વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે મોટો ધડાકો થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે રાત્રે જ વડોદરાથી આરોપીને ઝડપી પાડયો છે. બપોરે 2 વાગે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિક પ્રેસ કોન્ફરન્સ કરશે. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તૃષા એક્ટિવા લઈ ટ્યુશન જવા નીકળી હતી. તૃષા નેશનલ હાઇવે પાસે કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે. એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને આશંકા છે. તૃષા સાથે કંઇક અજુગતું પણ બન્યા હોવાની પોલીસને આશંકા છે. તૃષાની ચીસો સાંભળી એક મજુર સ્થળ પર દોડી આવ્યો, એક શખ્સને ભાગતો જોયો. મૃતક તૃષા સોલંકીનો ફોન પણ ગુમ થયો.
વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે તૃષાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાં. યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો.મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.