વડોદરાઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ગઈ કાલે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ખોડલધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. 21 જાન્યુઆરી 2022ના રોજ 5 વર્ષ પૂર્ણ થતાં હોય ભવ્ય પંચમ પાટોત્સવની ઉજવણી થશે. પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ આવ્યા હતા.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, પાટીદારના કેસ પાછા ખેંચવામાં એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો આવે છે. મુખ્યમંત્રીએ 3 માસમાં કેસ પાછા ખેચવાનું કહ્યું છે. પરીક્ષા રદ મામલે કહ્યું આવતા દિવસોમાં આવી ઘટના ન બને તેની તકેદારી સરકાર રાખે. તેમણે કહ્યું કે, કોવિડમાં દેશ સપડાયેલો હતો, આપડે અનેકને ગુમાવ્યા છે . કોવિડ મહામારીમાં મોતને ભેટેલાને શ્રદ્ધાંજલિ. કોવિડમાં ખોડલધામના અનેક સેન્ટરોથી સેવાઓ શરૂ કરી. યુવાઓએ જે કામગીરી કરી તેમને વંદન કર્યા. 21/01/2022 માં ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠાના 5 વર્ષ થઈ રહ્યા છે. ખોડલધામમાં પધારવા એક દિવસના કામ ધંધા બંધ કરીને પણ તમામ લોકો આવે. સમાજના નબળા વર્ગને આપણી સાથે રાખીએ.
તેમણે કહ્યું કે, ખોડલધામ સમાધાન પંચની રચના કરવામાં આવી. 3 કેસ વડોદરાએ સોલ કરી નાખ્યા. કોર્ટમાં પાટીદાર સમાજ ન જાય પણ સમાધાન થાય. વડોદરામાં 18 મુ સમાધાન પંચ બન્યું. સમાજે ખૂબ પ્રગતિ કરી છે. લેઉઆ પાટીદાર સમાજે વડોદરાથી સુરત સુધી બિઝનેસ વિકસાવ્યો. 2015માં ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા ન હતી થઈ ત્યારે 27 પી.એસ.આઈ આપ્યા. 11 બહેનો પીએસઆઇ બન્યા. ગામમાં ભલે 2 લેઉઆ પાટીદાર હોઈ પણ તેમાંથી કોઈ સરપંચ બને તેજ વિચાર હોઈ.