પંચમહાલઃ બોલીવુડ અભેનેત્રી માધુરી દીક્ષિત યાત્રાધામ પાવાગઢમાં શૂટિંગ કરવાની છે. 'મેરે પાસ મા હે' ફિલ્મના શૂટિંગ માટે ત્રણ દિવસનો પ્રવાસ છે, ત્યારે સ્થાનિક મીડીયાને દૂર રખાયા છે. શૂટિંગ એરિયામાં ખાનગી બાઉન્સર સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામા મસ્જિદ, વળાતળાવ, રોપવે,ભદ્ર ગેટ, સાત કમાન, સ્થળોએ શૂટિંગ કરવામાં આવશે.  આણંદના ધર્મજ, વડોદરા એરપોર્ટ, સહિત પાવાગઢ ગામ અને શક્તિપીઠ ખાતે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું.


આજે માધુરી પાવાગઢ ખાતે ફિલ્મ શૂટિંગ માટે પહોંચી હતી. પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવાતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી. માધુરી દીક્ષિતે રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું. જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી.


આવતી કાલે જુમ્મા મસ્જિદ, સાત કમાન અને ભદ્રગેટ ખાતે માધુરી દિક્ષીત શૂટિંગ થશે. શૂટિંગ માટે ભદ્ર ગેટમાં બજાર ઉભુ કરાયું છે.