Accident:વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા.તેમની સાથે ળાના શિક્ષકો પણ હતા.
હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા. તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા. પરંતુ 7થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવી... અને 13 બાળકોને સલામત રીતે બહાર કઢાયા..
હરણી બોટનો કોન્ટ્રાક્ટ ત્રીસ્ટાર એન્ટરપ્રાઈઝને અપાયો હતો 16ની ક્ષમતાવાળી બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષક... એમ કુલ 27 લોકોને બેસાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ કે, માસૂમ બાળકોને લાઈફ જેકેટ પણ ન હતો અપાયું.મોરબીમાં ઝૂલતા પુલ હોનારત કેસ બાદ પણ પ્રશાસને નથી લીધો કોઈ બોધપાઠ... જેનું પરિણામ એ આવ્યું કે, વડોદરામાં તળાવમાં ડૂબી જવાથી માસૂમોના મોત થયા છે.
82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો શિક્ષિકાનો દાવો, મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
વડોદરા શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ડૂબ્યા છે.જો કે, કેટલા વિદ્યાર્થીઓએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે, 7થી 12ના જીવ ગયા છે. આ બધાની વચ્ચે બોટ દુર્ઘટના અંગે એક શિક્ષિકાએ મોટો દાવો કર્યો છે.
શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી. તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે 9ના મોતની આશંકા વ્યક્ત કરી છે. ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે.
એવી પણ માહીતી સામે આવી છે કે, બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્રીસ્ટાર એંટરપ્રાઈઝ પાસે કોંટ્રાક્ટ હતો. તળાવના કોંટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે માસૂમોના જીવ ગયા છે. ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાનસભા દંડક, કલેક્ટર, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.