વડોદરામાં ધોળા દિવસે મહિલાને ઘરમાં ઘૂસીને કોણે મારી દીધી ગોળી? નામ જાણીને ચોંકી જશો

અમીનાબીબી નામની મહિલા પર તેના જ દિયરે ફાયરિંગ કર્યું છે. પારિવારીક ઝઘડામાં ગોળી મારી દીધી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Continues below advertisement
વડોદરાઃ શહેરના સંવેદનશીલ ગણાતા યાકુતપુરામાં ધોળા દિવસે મહિલાને ઘરમાં ઘૂસીને ગોળી મારી દેતા ખભળાટ મચી ગયો છે. ખૂદ મહિલાના દિયરે જ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. કંકોત્રી આપાવના બહાને ઘર ખોલાવી મહિલાને ગોળી ધરબી દીધી હતી. મહિલાને ગોળી વાગતા હાલ તેની તબિયત નાજૂક છે. અમીનાબીબી નામની મહિલા પર તેના જ દિયરે ફાયરિંગ કર્યું છે. પારિવારીક ઝઘડામાં ગોળી મારી દીધી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ,પીસીબી સહિતની ટીમો અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં લાલ કલરના ટીશર્ટમાં ઘરમાં પ્રવેશ કરતો અને ફાયરિંગ પછી બાઇક પર ફરાર થતો જોઇ શકાય છે.
Continues below advertisement
Sponsored Links by Taboola