વડોદરાઃ શહેરમાં રાવપુરમાં આવેલી યુ.જી.ગર્લ્સ હોસ્ટેલમાં એક મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરામાં રાવપુરામાં સ્થિત યુ.જી.ગર્લ્સ હોસ્ટેલમાં રચના દેસાઈ નામની એક વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિની મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આપઘાત કરનાર વિદ્યાર્થિની મૂળ મહેસાણાની વતની છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકો તથા અન્ય વિદ્યાર્થિનીઓની પુછપરછ કરી હતી. જેમાં પોલીસને અનુમાન છે કે, રચનાએ ત્રીજા વર્ષમાં નાપાસ થતાં આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જોકે વધુ તપાસ બાદ સાચી વિગત સામે આવશે.
વડોદરામાં મેડિકલની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, જાણો કારણ
abpasmita.in
Updated at:
01 May 2019 08:56 AM (IST)
શહેરમાં રાવપુરમાં આવેલી યુ.જી.ગર્લ્સ હોસ્ટેલમાં એક મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -