Vadodara News:વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલની વિદ્યાર્થિને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી.
વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ પાસે નજીક બની હતી. મૃતક યુવતી માલિની કિશોર સંધવી મેડિકલ કોલેજના પહેલા વર્ષ માં B.H.M.Sનો અભ્યાસ કરતી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતી લેન્સી મહેતા મૂળ જામનગરની રહેવાસી હતી. તેમની ઉંમર અંદાજિ 17 વર્ષીની હોવાનો અનુમાન લગાવાયો છે.જામનગરની લેન્સી મહેતા અનાથ આશ્રમમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જતા કોલેજની બહાર જઇ રહી હતી. આ સમયે કરજણ તરફથી આમોદ તરફાના માર્ગ પર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે 5 ફૂટ સુધી ફંગોળાઇ હતી. કારની સ્પીડ એટલી તેજ હતી કે કારની ઠોકરની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ.
કાર ચાલક ભરૂચ કલેક્ટર ઓફીસ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.અકસ્માત સર્જાતા કરજણ પોલીસ , અનેઇમરજન્સી 108 તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાથી તેમના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય ખાતે PM અર્થે લઇ જવાયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Surat News: સુરત એરપોર્ટ પરથી સાડા ચાર કરોડનું સોના સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનું દુબઇથી લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
સુરત એરપોર્ટ પરથી સોનાનો મોટો ઝડપાતા. સોનાના સ્મગલિંગનો મોટો પર્દાફાશ થયો છે. સુરતના એરપોર્ટ પર. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ચાર શખ્સ સાથે 4.55 કરોડનો સોનુ ઝડપી પાડ્યું છે. ચારેયની ધરપકડ કરીને પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. એસઓજીને બાતમી મળતાં 15 દિવસથી વોચ ગોઠવીને મોટા સોનાના સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સોનું ક્યાંથી આવ્યું, કોના ઇશારે લાવવામા આવ્યુ અને કયાં પહોંચાડવાનુ હતું આ તમામ દિશામા એસઓજી તપાસ કરી રહી છે.
હાલ એસઓજીએ 4 લોકોની ધરપકડ કરી છે. દુબઇથી લાવેલ સોના પર કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે આ 4 લોકોએ ચાલાકી કરી હતી આ ચારેય લોકો અન્ડરગારમેન્ટસમાં અને શુઝમાં 4,55 કરોડનું સોનું છુપાવીને દુબઇથી સુરત એરપોર્ટ સુધી પહોંચી ગયા હતા. તેઓ ચારેય સુરત ઇમ્રિગ્રેશન સિક્યોરિટીમાંથી પણ પસાર થઇ ગયા હતા. ફેનિલ માવાણી, નિરવ ડાવરિયા, ઉમેશ ભીખરિયા અને સાવન રાખોલિયાની એસઓજીએ ધરપકડ કરી છે. આ ચારેય શખ્સ સુરત એરપોર્ટથી વરાછા જવાની ફિરાકમાં હતા આ દરમિયાન એસઓજીએ ચારેયને સાડા ચાર કરોડના સોના સાથે ઝડપી પાડ્યો હતા.