અમદાવાદ: સ્વીટી પટેલ મીસિંગ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્વીટી પટેલનો PI પતિ જ આરોપી નીકળ્યો છે. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો.


PI અજય દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.  હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન આરોપી PI કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું.


વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈની પત્ની ગુમ સ્વીટી પટેલ છેલ્લા દોઢ માસથી ગુમ હતા.  ગૃહ વિભાગ દ્વારા તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSને સોંપવામાં આવી હતી. પીઆઈ અજય દેસાઈના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા હતા. 


સ્વીટી પટેલ અને અજય દેસાઈ કરજણના જે ઘરમાં રહેતા હતા તેના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા હતા.  તપાસ ટીમે લોહીનાં નમૂના ગાંધીનગર fsl ખાતે મોકલ્યા હતા. 



અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. જોકે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇનકાર કરી દીધો હતો. તમામ તૈયારી બાદ અજય દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવા ઇન્કાર કરી દીધો હતો. 



નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ હતી. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી હતી.  માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં હતા. 


અગાઉ દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું હતું. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા પહેલાથી જ હતી.