દાહોદઃ ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આવેલી દીકરીને માતા પિતા ઊંચકી લઈ જતા ખડભડાટ મચી ગયો છે. નિમચ ગામના યુવક સાથે પ્રેમ થતાં તેની સાથે જતી રહી હતી. યુવતી અપક્ષ તરીકે વિજેતા થઈ હતી. પ્રેમ લગ્નનો માતા-પિતાને વિરોધ હતો.
ગરબાડા સામાન્ય સભામા આવતા tdoની કચેરીમાંથી માતા-પિતા યુવતીને ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈ વિસ્તારમા ખડભડાટ મચી હતી.
Crime News: ભાવનગર વરતેજ તાબાના ત્રાંબક ગામે બોથડ પદાર્થના ઘા ઝીંકી એક આધેડની હત્યા કરવામાં આવી છે. રાણાભાઇ ગણેશભાઈ ચુડાસમા નામના આધેડની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. તેઓ ત્રાંબક ગામે ગયા હતા એ દરમિયાન મારામારીમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈ જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો. રાણાભાઇ નામના આધેડ પર માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતા વરતેજ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ બે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
બનાસકાંઠામાં રાત્રે ખેતરે જતા યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવતા મોત
બનાસકાંઠાના દાંતીવાડાના ડેરી ગામે અજાણ્યા શખ્સોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. આ હુમલામાં ગણેશ પાંચાભાઇ રબારી નામના યુવકનું મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રિના સમયે યુવક પોતાના ખેતરે જતો હતો ત્યારે રસ્તામાં તેના પર અજાણ્યા શખ્સોએ ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યુ છે. યુવકની લાશને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાઈ છે. દાંતીવાડા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
30 વર્ષીય મૉડલનો મૃતદેહ મળી આવ્યો
મુંબઇના અંધેરી વિસ્તારમાં એક 30 વર્ષીય મૉડલનો મૃતદેહ મળી આવ્યો છે. મૉડલનો મૃતદેહ હૉટલના રૂમમાંથી પંખા સાથે લટકેલી મળ્યો છે. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇડ નૉટ પણ મળી છે. પોલીસે આ કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અનુસાર બુધવારે રાત્રે 8 વાગે હૉટલમાં ચેક-ઇન કર્યુ હતુ, અને ડિનર પણ ઓર્ડર કર્યુ હતુ. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે અનેકવાર દરવાજો ખખડાવ્યો તો રૂમ ના ખુલ્યો. જે પછી મેનેજરે પોલીસને આની જાણકારી આપી.
પંખા સાથે લટકેલો મળ્યો મૉડલનો મૃતદેહ -
પોલીસે હૉટલમાં પહોંચીને માસ્ટર કીથી દરવાજો ખોલ્યો, ત્યારે તેને રૂમમાં જોયુ તો તેને મૉડલની બૉડી પંખા સાથે લટકેલી મળી, મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
મળી સુસાઇડ નૉટ -
મૉડલની બૉડીની સાથે રૂમમાંથી એક સુસાઇડ નૉટ પણ પોલીસને મળી છે, જેમાં લખ્યુ છે- મને માફ કરજો, કોઇપણ જવાબદાર નથી. હું ખુશ નથી, મને બસ શાંતિ જોઇએ વર્સોવા પોલીસે એડીઆર અંતર્ગત કેસ નોંધી લીધો અને મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. આ કેસની પોલીસ તપાસ કરી રહી છે.