વડોદરાઃ સમગ્ર વિશ્વ કોરોનાવાયરસના કારણે પરેશાન છે. યુ.કે.માં કોરોનાવારસના ચેપના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે યુ.કે. સરકારે કોરોના એક્સપર્ટ ગ્રુપની રચના કરી છે. આ કોરોના એક્સપર્ટ ગ્રુપના ચેરમેન તરીકે એમ. એસ. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વેંકટરામન રામક્રિષ્નનની વરણી કરાઈ છે.
યુ.કે માં કોરોના વાયરસના ચેપને રોકવા માટે આ એક્સપર્ટ ગ્રુપ કામ કરશે. કોરોનાના આતંકને ડામવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાઈ તેના અધ્યક્ષપદે મૂળ ભારતીયની વરણી મહત્વની બાબત છે. 2009માં ડો. વેંકટરામનને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. કેમિસ્ટ્રીમાં સંશોધન માટે તેમને આ ઈનામ અપાયું હતું. ડો. વેંકટે એમ. એસ.યુ નિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી કેમિસ્ટ્રીમાં બી.એસ.સી કરેલું છે.
વડોદરાની કોન્વેટ જિજસ મેરી સ્કૂલમા પ્રાથમિક અભ્યાસ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી એમ.એસ.સીની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે.માં સ્થાયી થયેલા વેંકટરામન રામાક્રિષ્ણન (વેંકી)ની ગણના વિશ્વના ટોચના રસાયણશાસ્ત્રીઓમાં થાય છે.