રમીઝભાઈ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમની પત્ની ખૂશ્બુ ગર્ભવતી હોવાથી વડોદરામાં રહેતાં પિતા આરીફભાઈ અને માતા ન્યૂઝીલેન્ડ ગયાં હતાં. રમીઝભાઈને ક્યાં ખબર હતી કે દીકરીના જન્મની આ ખુશી માતમાં ફેલાઈ જશે, વહેલી સવારે પિતા-પુત્ર નમાઝ પઢવા ગયાને ગોળીબારમાં મૃત્યુ પામ્યા. જોકે તેમના સસરાં અને અન્ય પરિવારજનો ક્રાઈસ્ટચર્ચ જઈ મૃતદેહોને વડોદરા લાવશે.
ન્યૂઝીલેન્ડ હુમલોઃ પુત્રને મળવા ગયેલા અમદાવાદના નિવૃત્ત GEB અધિકારીનું મોત, જાણો વિગત
વડોદરાના પાણીગેટ મેમણ કોલોની પાસે ધનાની પાર્કમાં રહેતા અને આરટીઓ તેમજ એલઆઇસીનું કામ કરતા આરીફભાઇ મહંમદભાઇ વ્હોરા ( ઉ.વ. 58)ના બે પુત્રો પૈકી મોટો પુત્ર ઓસ્ટ્રેલિયા છે. જ્યારે નાનો પુત્ર રમીઝ (ઉ.વ.28) ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે આઠ વર્ષથી સ્થાયી થયો છે. રમીઝભાઈ અને આરીફભાઈ આતંકી હુમલામાં મોત થતાં વડોદરાના વોરા સમાજમાં ગમગીની ફેલાઈ છે.
ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ CM બીસી ખંડૂરીનો પુત્ર કોંગ્રેસમાં થયો સામેલ, જાણો વિગત
ન્યુઝિલેન્ડ હુમલામાં વડોદરાના પિતા-પુત્ર લાપતા, પરિવારે શું કરી રજૂઆત? જુઓ વીડિયો
ન્યુઝિલેન્ડમાં થયેલા હુમલામાં કેટલાક ગુજરાતીઓ લાપતા, સરકારે માંગી માહિતી, જુઓ વીડિયો