વડોદરાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે વડોદરામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરામાં વાઘોડિયાના પીપળીયા ગામે ધીરજ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત એનઆરઆઇ યુવતીનું મોત થયું છે. યુવતીના મોત પછી તેને કારમાં પહેલી સોનાની બુટ્ટી અને તેની પાસે રહેલા એપલ ફોનની ચોરી થતાં પરિવારજનોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, અમદાવાદના કલ્પેશભાઈ ઠક્કર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની કેનેડામાં રહેતી 25 વર્ષીય દીકીર અમીબેન ગત 21મી ફેબ્રુઆરીએ પિતાને મળવા અમદાવાદ આવી હતી. દરમિયાન અમીબેનને કોરોના થતાં વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં દાખલ થયા ત્યારે અમીબેન પાસે રૂપિયા 60 હજારની કિંમતનો આઇફોન અને 24,410ની કિંમતની ચાર નંગ સોનાની બુટ્ટી હતી. જોકે, કોરોના વોર્ડમાં હોવાથી પરિવારના સભ્યોને મળવાની મનાઇ હતી. જેથી પિતા બહાર બેસી રહેતા હતા. 


હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 22 એપ્રિલે અમીબેનનું મોત નીપજ્યું હતું. આથી હોસ્પિટલ સ્ટાફે મૃતદેહ પીપીઇ કીટમાં વીંટાળી પરિવારને સોંપ્યો હતો. આ સમયે અમીબેને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ગાયબ હતી અને હોસ્પિટલ સ્ટાફે આપેલી થેલીમાં બે પૈકી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જ્યારે એપલ કંપનીનો ફોન ન હતો. હોસ્પિટલ સ્ટાફને આ બાબતે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો .જેથી પરિવારજનોએ મૃતકની અંતિમક્રિયા બાદ ફરિયાદ નોંધાવી હતી.


રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે. 


 



રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે. 


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે. 


 


 


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે. 


 



કેટલા લોકોએ લીધી રસી


 


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.