વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે વડોદરાના વાઘોડિયા ગ્રામ્યમા કોરોનાથી વૃદ્ધાનું મોત થયું છે. રૂસ્તમપુરા ગામે કોરોનાગ્રસ્ત ૬૫ વર્ષીય વૃઘ્ઘાનુ મોત થયું છે. બે દિવસ પહેલા વડોદરા પાણીગેટ ખાનગી હોસ્પીટલમા દર્દી વૃધ્ધાને દાખલ કરાયા હતા. આ પછી ગઈ કાલે સાંજે પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે વૃઘ્ઘાનું સારવાર દરમિયાન મોત થયું છે. વૃઘ્ઘાને ડાયાબીટીસ સાથે અન્ય બીમારી પણ હતી.

વૃઘ્ઘા સાથે તેના પતિ પણ કોરોના પોઝિટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વૃઘ્ધાના પતિ વેન્ટીલેટર પર ચિંતાજનક પરિસ્થિતિમાં સારવાર હેઠળ છે. કોવિડ-19 ની ગાઈડલાઈન પ્રમાણે રૂસ્તમપુરા ખાતે દફનવિઘી કરવામા આવશે. રૂસતમપુરા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખત્રી ફળીયાને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરાયો છે.