વડોદરાઃ મુંબઈની ત્રણ સંતાનની માતા એવી યુવતીને લગ્નની લાલચ આપી વારંવરા શારીરિક સંબધો બાંધનારા આધેડ આરોપીની જવાહરનગર પોલીસે ધરપકડ કરી છે. હવસનો ભોગ બનેલી યુવતી મુંબઈમાં નોકરી હતી, ત્યારે આરોપી રણજીતસીંગ તેરસીંગ રાઠવા (રહે, ખાડિયાકુવા ગામ, જિ. છોટાઉતેપુર) સાથે સંપર્ક થયો હતો.

આ યુવતીને સંતાનમાં ત્રણ બાળકો છે. તેના પતિનું અવસાન થતાં તે રાઠવાના સંપર્કમાં આવી હતી. રાઠવાએ યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મહિલા સાથે શારીરિક સંબધો બાંધ્યા હતા. રાઠવા તે પછી વડોદરાના બાજવા ખાતે આવી ગયો હતો. યુવતી પણ તેની સાથે આવી હતી.

બાજવામાં પણ યુવતીએ મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતી લગ્નની વાત કરતી હતી પરંતુ રણજીત લગ્ન કરતો ન હતો. યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે જણાવતાં આરોપીએ ‘હવે તારાથી થાય તે કરી લે, મારે તારી સાથે લગ્ન કરવા નથી’, તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા.

આ બનાવ અંગે મહિલાએ જવાહરનગર પોલીસ મથકે રણજીત રાઠવા વિરુદ્વ ઈપીકો કલમ ૩૭૬ હેઠળ ફરિયાદ નોંધાવી છે.