વડોદરામાં યુવા હોકી પ્લેયરે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, જાણો વિગત
abpasmita.in | 11 Nov 2019 04:27 PM (IST)
હોકી પ્લેયરે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. વડોદરા પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.
વડોદરાઃ કલાનગરી વડોદરામાં યુવાન હોકી પ્લેયરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. 22 વર્ષીય હોકી પ્લેયર વિવેક પાંડેએ માંજલપુરમાં મિત્રના ઘરે પંખે લટકી આત્મહત્યા કરી હતી. હોકી પ્લેયરે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. વડોદરા પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે. રવિવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય જયસુખ ઠુંમરે પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું હતું.