વડોદરાઃ ગુજરાતમા ઓમિક્રોનની એન્ટ્રી પછી તંત્ર એલર્ટ બની ગયું છે, ત્યારે ઓમિક્રોન હાઇરિસ્ક દેશોમાંથી આવતાં પ્રવાસીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાંથી બે દર્દીઓ ઓમિક્રોન શંકાસ્પદ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. યુ.કે થી.આવેલા દંપતીના  કોરોના આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 


અમદાવાદ એરપોર્ટ પર 4 તારીખે ઉતરેલા વૃદ્ધ દંપતી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા બંને દર્દીના સ્વેબના સેમ્પલ લેવાયા છે. ઓમિક્રોન પોઝિટિવ કે નેગીટિવ માટેના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વિદેશથી કુલ 246 યાત્રી શહેરમાં આવ્યા હતા. 


યુકેથી વડોદરા આવેલું વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ આવતાં 25 બેડનો વોર્ડ ખાલી કરી આઇસોલેટ કર્યા છે. 2 દિવસ પહેલાં યુકેથી આવેલી 30 વર્ષીય મહિલા બાદ દંપતીને પણ એરપોર્ટથી સીધું હોસ્પિટલ લઇ જવાયું હતું. નિવૃત્ત પ્રાધ્યાપક અને તેમની પત્નીની સ્થિતિ પર નજર રાખવા હોસ્પિટલના રૂમની અંદર કેમેરા મૂકાયા હતા. બહારથી મોનિટરિંગ કરાશે. બંનેનાં સેમ્પલ પૂણેની વાઇરોલોજી લેબોરેટરીમાં મોકલાયાં છે. 


ઓમિક્રોનની દહેશત હવે ગુજરાત રાજ્યમાં વર્તાઈ રહિ છે. સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સાથે સાથે એસઓપી પણ નક્કિ કરવામાં આવી છે ત્યારે ૨૩ નવેમ્બરથી શાળાઓ પણ ઓફલાઈન શરૂ થઈ છે પણ આ નવા વેરીઅન્ટથી શાળામાં બાળકોની સંખ્યા ફરી ઘટી છે. 


બે વર્ષ બાદ શાળાઓમા ઓફફલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે .બાળકો શાળાએ આવતા પણ થયા છે પણ ફરી શાળાઓમાં કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવી પરિસ્થિતિનુ નિર્માણ નજરે પડે છે. જેનું કરાણ કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન છે. આ નવા વેરીએન્ટનો પ્રવેશ જામનગર થકી ગુજરાત રાજ્યમા થઈ ચુક્યો છે અને બીજા દેશોમા જે રીતે આ ઓમિક્રોને પોતાની દહેશત બતાવી છે તે જોઈ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા હાલ ગભરાઈ રહ્યા છે.


૨૩ નવેમ્બરથી જુની ઓસઓપી પ્રમાણે શાળાઓમા ઓફ લાઈન શિક્ષણ કાર્યની શરૂઆત થઈ ચુકી હતી .જો કે તે સમયે કોરોના કેસ ઓછા આવતા હોવાથી વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા હતા, પણ હવે આ નવા વેરીએન્ટના કારણે શાળાની કુલ વિદ્યાર્થિઓની સંખ્યા કે જે ઓફલાઈન ભણવા માટે શાળા એ આવતા હતા તેમા ૩૦ ટકા જેટલો ઘટાડો થયો છે. 


રાણીપમાં આવેલી ગીતા હાયર સેકન્ડરી શાળાના પ્રિન્સીપાલનું કહેવું છે કે ૨૩ નવેમ્બરથી શાળાઓ ૧થી ૫ ની શરૂ થઈ ત્યારે ૧૭૫ વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણવા માટે આવતા હતા. સાથે શાળામાં પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાત્ર આવે છે .જેમ કે બાળક  શાળામાં પ્રવેષ કરે ત્યારે તેના હાથ ધોવડાવવા સેનીટાઈઝ કરાવવા અને સાથે વર્ગખંડમાં એક બેચ પર એક વિદ્યાર્થી બેસે તેના પર તકેદારી રાખવામાત્ર આવે છે.  


સાથે સાથે જે વાલીઓ સહમતિ દર્શાવી હોય તે વિદ્યાર્થીને જ શાળામાં ઓફલાઈન ભણવા માટે બોલાવવામાં આવે છે. અમે જે વિદ્યાર્થી શાળામાં ફિઝીકલ હાજરી ન આપતા હોય તેમના માટે ઓનલાઈન ક્લાસ પણ રાખવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ આ ઓમિક્રોનના કારણે જે ૧૭૫ વિદ્યાર્થી ઓફલાઈન માટે આવતા હતા, તેમાંથી નવા વેરીઅન્ટ બાદ માત્ર ૧૦૦ વિદ્યાર્થી શાળામાં ઓફલાઈન માટે આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની શાળા ફિઝીકલ હાજરી ઓછી થવી તે એ વાત દર્શાવે છે કે વાલીઓમા નવા વેરીએન્ટના ભીતી છે, જેના કારણે પોતાના બાળકને ઓફલાઈન શિક્ષણ માટે શાળાએ મોકલતા ડરી રહ્યા છે.