આજે વધુ નવા 23 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ 16 આણંદ 1 વડોદરામાં 6 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 516 પર પહોંચી છે.
જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે ગોત્રી ખાતેની ખાસ સારવાર સુવિધા ખાતે સારવાર હેઠળના 27 વર્ષની ઉંમરના એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે કોરોના સંલગ્ન મરણની સંખ્યા 3 થઈ છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં 2012 પરિક્ષણ થયા તેમાંથી 1632 નેગેટિવ 48 પોઝિટિવ 332 પેન્ડિંગ છે. 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 516 પોઝિટિવ કેસ છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 444 દર્દી સ્ટેબલ છે.